+918141552919
Currently it only shows your basic business info. Start adding relevant business details such as description, images and products or services to gain your customers attention by using Boost 360 android app / iOS App / web portal.

પંચકર્મ એટલે માત્ર શરીરમાંથી ઝાડા કરાવવું કે મસાજ કરાવવો નહીં, પરંતુ આયુર્વેદ મુજબ દોષોને શરીરમાંથી યોગ્ય માર્ગે બહાર કાઢવાની વૈજ્ઞાનિક શુદ્ધિકરણ પ્રક્રિયા છે.” આજના સમયમાં ઘણા લોકો દરેક રોગમાં એક જ પ્રકારનું પંચકર્મ કરાવી લે છે, પરંતુ આયુર્વેદ અનુસાર આ અભિગમ યોગ્ય નથી. દરેક દર્દી, તેની પ્રકૃતિ, દોષોની સ્થિતિ, રોગનું કારણ, ઉંમર, શક્તિ અને ઋતુ અનુસાર પંચકર્મ પસંદ કરવામાં આવે છે. પંચકર્મના મુખ્ય પાંચ પ્રકાર ✅ ૧. વમન (Therapeutic Emesis) * કફ દોષનું શोधन * દમ (Asthma) * એલર્જી * વારંવાર થતો શરદી-ઉધરસ * ચામડીના કેટલાક રોગ * સ્થૂલતા (ચોક્કસ દર્દીઓમાં) ⸻ ✅ ૨. વિરેચન (Therapeutic Purgation) * પિત્ત દોષનું શोधन * સોરાયસિસ * એક્ઝિમા * એસિડિટી * લિવરના કેટલાક રોગ * પિત્તજન્ય માથાનો દુખાવો * ત્વચા રોગો ⸻ ✅ ૩. બસ્તિ (Medicated Enema) આયુર્વેદમાં વાત રોગોની શ્રેષ્ઠ સારવાર માનવામાં આવે છે. ઉપયોગી: * કમરના દુખાવા * સાયટિકા * સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ * ઘૂંટણનો દુખાવો * સાંધાના રોગ * ગઠિયા * લકવો (યોગ્ય તબક્કે) * નર્વ સંબંધિત રોગો * IBS અને કેટલાક પાચનતંત્રના રોગ ⸻ ✅ ૪. નસ્ય (Nasal Therapy) નાક દ્વારા ઔષધિ આપવાની પ્રક્રિયા. ઉપયોગી: * સાઇનસાઇટિસ * એલર્જિક રાઇનાઇટિસ * માઇગ્રેન * સર્વાઇકલ સમસ્યાઓ * વાળ ખરવા (ચોક્કસ કેસમાં) * અનિદ્રા * ચહેરાના કેટલાક નર્વ રોગો ⸻ ✅ ૫. રક્તમોક્ષણ (Blood Letting Therapy) ચોક્કસ રક્તદૂષિત રોગોમાં નિષ્ણાત દ્વારા કરવામાં આવતી વિશેષ સારવાર. ઉપયોગી: * કેટલાક ચામડીના રોગ * વેરિકોઝ વેઇનના કેટલાક કેસ * ગાઉટના કેટલાક દર્દીઓ * સ્થાનિક સોજા #Panchakarma #Ayurveda #AyurvedicTreatment #AyurvedicHospital #AmrutkalpAyurveda #PanchakarmaTherapy #NaturalHealing #HolisticHealth #Surat #Adajan #AyurvedaDoctor #Detox #GujaratiHealth #HealthyLifestyle #AyurvedaForAll